વ્યારાનાં મેઘપુર ગામનાં ચાર રસ્તા પાસેનાં સાંકળી તરફ જતા રોડ ઉપર જયહિંદભાઈનાં ખેતર પાસે ટ્રેક્ટરનાં ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં સાંકળી ગામનાં ખાખરી ફળિયામાં રહેતો 24 વર્ષીય રાહુલભાઈ જગદીશભાઈ ચૌધરી નાંઓ ગતરોજ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/AC/9941 લઈને બેડકુવાદુર ગામ ખાતે મજુરી કામ માટે ગયા હતા અને ત્યાંથી રાત્રીનાં સમયે પાછા ફરતા હતા. તે સમયે મેઘપુર ચાર રસ્તા પાસે સાંકળી તરફ જતાં રોડ ઉપર જયહિંદભાઈનાં ખેતર પાસે સામેથી આવતાં ટ્રેક્ટર નંબર GJ/01/FQ/7789નાં ચાલકે પોતાનું કબ્જાનું ટ્રેકટર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી આવતી રાહુલભાઈની બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો, જયારે આ અકસ્માતમાં બાઈક ચાલક રાહુલભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા તથા જમણા હાથના પંજા પાસે તેમજ કમરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતક યુવકનાં પિતા જગદીશભાઈ રમેશભાઈ ચૌધરીએ વ્યારા પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરુધ ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ હતી.