રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ નવમા તબક્કાના ‘સેવા સેતુ’ કાર્યક્રમનો ઉત્સાહજનક માહોલમાં પ્રારંભ થયો છે.ગત તા.૫ મી જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ સુબિર તાલુકાના ‘શિંગાણા’ ગામેથી રાજ્ય મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ તેમજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં શરૂ કરાયેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમની શ્રુંખલાનો વધુ એક કાર્યક્ર્મ, તાજેતરમાં સુબિર તાલુકાના ‘પીપલદહાડ’ ગામે યોજાયો હતો.
પીપલદહાડ ગામ સહિત લવચાલી, ગાયગોઠણ, પાદલખડી, ચીખલી, ખાંભલા, ગુરુડીયા, મોહપાડા, બીજુરપાડા, બરડા, આમસરપાડા, પિપલદહાડ, જોગથવા, ભોંડવિહિર, બેહડુન, જામનસોંઢા, સાવરપાડા, ગૌહાણ, આમથવા, કિરલી, પોળસમાળ, કાકડવિહિર, દહેર, ઉગા, ધાણા, હનવતપાડા, કરંજડા, ઘુબડીયા, જારસોળ, પિપલાઇદેવી, વડપાડા, બોકળમાળ, હિંદળા, પિપલપાડા, ગારખડી, સાતબાબલા, ચીચપાડા, ઘાણીઆંબા, ઝરી, જામન્યા, આહિરપાડા, નકટયાહનવત, બીબુપાડા, કેળ, બરડીપાડા (ન.૨), બદીનાગાંવઠા, માળગા, ઢોલ્યાઉંબર, આંબુર, બીલબારી, ડુમર્યા, શેપુઆંબા, કરંજપાડા, શિવબારા, પાંઢરપાડા, લહાનઝાડદર, મોટીઝાડદર, ચિંચવિહિર, સાવરદા, ખેરીન્દ્રા, જુન્નેર, ચમારપાડા, અને ખાજુર્ણા જેવા આસપાસના ગામોના ગ્રામજનો માટે સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી સરકારના વિવિધ વિભાગોની ૫૬ પ્રકારની સેવાઓ ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવામા આવી હતી. આ તમામ સેવાઓની કુલ-૪૫૨૭ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામા આવ્યો હતો.