સુરતની 21 વર્ષની પ્રકૃતિ શિંદે પર ઇન્ટરનેશનલ ચેમ્પિનશિપમાં મેડલોનો વરસાદ

આજે અમે તમને એક એવી છોકરીની વાત કરવા જઈ રહ્યા છે જેણે સ્ટેટ, નેશનલ અને ઇન્ટનેશનલ લેવલ પર દેશનું રાજ્યનું અને સુરતનું નામ રોશન કર્યું છે. સુરતના ઘોડદોડ રોડ પર રહેતી 21 વર્ષની પ્રકૃતિ શિંદે એ ઇન્ટરનેશનલ ચેમ્પિનશિપમાં 1 ગોલ્ડ, નેશનલ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ, 7 સિલ્વર, અને 3 બ્રોન્ઝ મેડલ તથા રાજ્ય સ્તર પર 30 સુવર્ણ, 7 રજત અને 5 બ્રોન્ઝ મેડલ જીતીને સુરત ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. પ્રકૃતિ શિંદે નાનપણથી ખેલકૂદમાં રુચિ ધરાવતી હતી. 8 વર્ષની ઉંમરથી જ પ્રકૃતિએ જીમ્નાસ્ટીક શીખવાનું શરૂ કર્યું હતું. સ્કૂલમાં રજાઓનાં દિવસમાં સમયનો સદઉપયોગ કરી જીમ્નાસ્ટીકની પ્રેક્ટિસ કરતી હતી. જેમજેમ જીમ્નાસ્ટીકમાં રૂચી વધતી ગઈ તેમ તેમ વધારે સમય આપી જીમ્નાસ્ટીકની કોમ્પિટિશન માં ભાગ લઈ રહી હતી.

જીમ્નાસ્ટીક માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા વાળી પ્રકૃતિ શિંદે ભણવા સાથે રોજ 14 કલાક પ્રેક્ટિસ કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રકૃતિ ભણવામાં પણ હોશિયાર હતી અને એણે અંગ્રેજી માધ્યમમાં કોમર્સ ગ્રેજ્યુએશન પણ કર્યું છે. પ્રકૃતિ શિંદેએ વાતચીત કરતા જણાવ્યું હતું કે તેને નાનપણથી જીમ્નાસ્ટીક માં રુચિ હતી અને શોખના કારણે શરૂ કર્યું હતું. ધીરે ધીરે રુચિ વધતી ગઈ. ગોવામાં 16મી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માં 2 રજત પદક જીત્યા. મોંગોલિયામાં આયોજિત અરેબિક જીમ્નાસ્ટીકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની એકજ ઈચ્છા છે કે તે હજુ વધારે મહેનત કરીને દેશ માટે હજુ વધારે મેડલ જીતે અને દેશનું નામ રોશન કરે.

પ્રકૃતિના કોચ સાગરે જણાવ્યું કે પ્રકૃતિ નાનપણથીજ મારા ક્લાસમાં જીમ્નાસ્ટીક શીખવા આવે છે.તે ખૂબ મહેનતુ અને ટેલેન્ટેડ ખેલાડી છે. એનામાં શીખવાની પણ ખૂબ ધગશ છે. તેમનું માનવું છે કે પ્રકૃતિ એક દિવસ જરૂરથી દેશનું નામ રોશન કરશે. અથાક પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ કહેવતને સાચી સાબિત કરી બતાવી છે સુરતની પ્રકૃતિ શિંદેએ. માત્ર 21 વર્ષની ઉંમરે તેણે નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલ પર દેશનું નામ રોશન કર્યું છે.

સુરતના ઘોડદોડ રોડ પર રહેતી પ્રકૃતિએ માત્ર 8 વર્ષની ઉંમરથી જીમ્નાસ્ટ શીખવાનું શરૂ કર્યું હતું. અભ્યાસની સાથે સાથે તે આકરી પ્રેક્ટિસ પણ કરતી હતી. તેનું જ પરિણામ છે કે પ્રકૃતિના નામે ઈન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં 1 ગોલ્ડ, નેશનલ ચેમ્પિયનશીપમાં 2 ગોલ્ડ, 7 સિલ્વર, 3 બ્રોન્ઝ અને રાજ્ય કક્ષાએ 30 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સુરતની જીમ્નાસ્ટ ગર્લ તરીકે જાણીતી પ્રકૃતિની ઈચ્છા છે કે તે વૈશ્વિક ચેમ્પિયનશીપમાં ભારત માટે વધુ મેડલ જીતી લાવે.

error: Content is protected !!