સુરતમાં સોસાયટીના રહીશોએ ધાર્મિક તહેવારોની ઉજવણી માટે તળાવ બનાવ્યું અને તેમાં 7 વર્ષની બાળકી ડૂબી ગઈ

ઉન વિસ્તારમાં તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. સોસાયટીના રહીશોએ ધાર્મિક તહેવારોની ઉજવણી માટે તળાવ બનાવ્યું હતું. નાની બાળકી અન્ય બાળકો સાથે તળાવના ઓટલા પાસે નહાતી હતી ત્યારે અચાનક તે ઊંડા પાણીમાં ગરકી ગઈ હતી. તળાવમાં નહાતી વખતે ડૂબી જવાથી બાળકીનું મોત નિપજ્યું છે. બાળકી ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા દુર્ઘટના ઘટી હતી. બનાવ સંદર્ભે ભેસ્તાન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે આ કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સમાન છે જ્યાં બાળકી માટે લાપરવાહ થઈ પાણીમાં  મોકલવાના  નિર્ણયના ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે.

 

error: Content is protected !!