સોનગઢનાં ખાંજર ગામેથી તાડીનાં મુદ્દામાલ સાથે યુવક ઝડપાયો

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ખાંજર ગામનાં ડેરી તરફથી ખાંજર ગામમાં આવતા રોડ ઉપરથી એક બાઈક ચાલકે તાડીનાં મુદામાલ સાથે ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તારીખ 10/01/2023નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અંગે પેટ્રોલિંગમાં અને રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખાંજર ગામનાં ડેરી તરફથી ખાંજર ગામમાં આવતા રોડ ઉપરથી એક બાઈક ચાલક તાડીનો મુદ્દામાલ લઈને આવનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ખાંજર ગામના રોડ ઉપર વોચમાં ઉભા હતા તે દરમિયાન બાતમીવાડી મોપેડ બાઈક નંબર GJ/26/AC/3806 આવતાં જોઈ પોલીસે હાથનો ઈશારો કરી બાઈકને સાઈડમાં ઊભી રખાવી હતી ત્યારબાદ ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ આનંદભાઈ જીવલ્યાભાઈ ગામીત (રહે.પાંખરી ગામ, સડક ફળિયું, તા.ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ પોલીસે મોપેડ બાઈકની આગળની ભાગે જોતા એક પ્લાસ્ટિકનો કારબો મુકેલ હોય અને જે કારબામાં પ્રવાહી ભરેલ હતું જે ખોલી અંદર પ્રવાહીની ખાતરી કરતા તેમાંથી તાડીની ખાટી મીઠી તીવ્ર વાસ આવતા પોલીસે 15 લીટર તાડીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જ્યારે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ પ્રવાહી મુદ્દામાલ ધર્મેશ ઉર્ફે ઠુંણો ગામીત (રહે.કરંજવેલ ગામ, મોટું ફળિયું, વ્યારા)નાએ પૂરો પાડ્યો હતો અને આ પ્રોહી મુદ્દામાલ મંગાવનાર દિલીપ ઉર્ફે દીપો મૂલ્યા ગામીત   (રહે.લક્કડકોટ દેવલી ખસી ફળિયું, તા.નવાપુર, જિ.નંદુરબાર)નાં હોવાનું જણાવ્યું હતું.

બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે તાડીનો મુદ્દામાલ મંગાવનાર અને ભરી આપનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!