સોનગઢનાં ખડી ગામની સીમમાં હીંદલા તરફથી આવતા જાહેર રોડ ઉપરથી ટેમ્પોમાં વગર પાસ પરમિટે વિદેશી દારૂનાં જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે દારૂનો મુદ્દામાલ પૂરો પાડનાર મહારાષ્ટ્રનાં ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ પ્રોહી. અંગે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી તથા ખાનગી વાહનોમાં બેસી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની બોલેરો પીકઅપ ટેમ્પોમાં ત્રણ ઈસમો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ હીંદલા ગામથી ખડી ગામ તરફ જનાર છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો ખડી ગામે હીંદલા તરફથી આવતા રોડ ઉપર છુટા છવાયા વોચમાં ઉભા હતા તે દરમિયાન બાતમીવાળો બોલેરો પીકઅપ ટેમ્પો નંબર GJ/26/T/6632 આવતા જોઈ પોલીસે બેટરીનાં અજવાળે ટેમ્પોને ઉભો રખાવ્યો હતો ત્યારબાદ ટેમ્પોમાં સવાર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, વિક્રમભાઈ ચેમટીભાઈ ગામીત, ચેમટીભાઈ વેસ્તાભાઈ ગામીત અને અનિલભાઈ બચુભાઈ ગામીત (ત્રણેય રહે.ખડી ગામ, નીચલું ફળિયું, તા.સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ટેમ્પોમાં શું ભર્યું છે તે બાબતે પૂછતા સંતોષકારક જવાબ ન મળતા પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા તેમાં પ્લાસ્ટિકનાં ત્રણ કોથળા ભરેલ મળી આવ્યો હતો જેમાં જોતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી 159 નંગ બોટલો મળી આવી હતી.
જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે આ દારૂનો મુદ્દામાલ મહારાષ્ટ્ર રાજ્યનાં નવાપુરનાં બારી ગામનાં વિપુલ નામના ઇસમે ભરાવી આપી પોતાના ઘરે છૂટક વેચાણ કરવા માટે લઈ જતાં હોવાનું સામે આવ્યું હતું. આમ, પોલીસે ટેમ્પો, વિદેશી દારૂની બોટલો અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા રૂપિયા 4,26,600/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ત્રણેય ઈસમો વિરુધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે વિદેશી દારૂનો મુદ્દામાલ ભરવી આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.