સોનગઢનાં હીંદલા ગામની સીમમાં આવેલ રોડ ઉપરના વળાંકમાં યુવકે પોતાના કબ્જાની બાઈક પુરઝડપે હંકારી લાવી બાઈકને સ્લીપ ખવડાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જયારે બે યુવકોને ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, ડાંગનાં વઘઈ તાલુકાનાં કોસીમદા ગામનાં કોટવાળી ફળિયામાં રહેતો આશિષભાઈ લીમજીભાઈ ગામીત (ઉ.વ.18)નાંઓ ગત તારીખ 20/04/2024નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/30/C/6511ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પોતાના કબ્જાની બાઈક હીંદલા ગામ પાસે આવેલ વળાંકમાં સ્લીપ ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક આશિષને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન 26/04/2024નાં રોજ મોત નિપજ્યું હતું, જયારે તેના મિત્રો નીતેશને ડાબા પગે ઘૂંટણનાં નીચે ઈજા થઈ હતી અને તૃપેશને પીઠનાં ભાગે ઈજા પહોંચી હતી. બનાવ અંગે લીમજીભાઈ ગામીત નાંએ તારીખ 11/05/2024નાં રોજ સોનગઢ પોલીસ મથકે અકસ્માત અંગે જાણ કરી હતી.