કચ્છના દરિયાકિનારા બિનવારસી હાલતમાં 11 પેકેટ ચરસના મળ્યા

કચ્છ : ફરી એક વાર રાજ્યમાં નશાન કાળા કારોબાર ને થતાં અટકવાયો, દ્વારકા બાદ હવે કચ્છના દરિયાકિનારા  બિનવારસી હાલતમાં 11 પેકેટ ચરસના મળી આવ્યા છે. કોટેશ્વર પાસે ચરસનું એક પેકેટ પેટ્રોલિંગ સમયે મળ્યું છે. ખીદરત ટાપુ પરથી ચરસના દસ પેકેટ મળ્યા છે. દ્વારકાના દરિયા કિનારા પરથી કરોડોનું ડ્રગ્સ મળ્યું છે. પોલીસ વડાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. દરિયા કિનારે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત ડ્રોનની મદદથી દરિયાકિનારા પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીએસએફ, સ્ટેટ આઇબી અને જખૌ મરીન ત્રણેયની સંયુક્ત તપાસમાં આ પેકેટ મળી આવ્યા હતા.  આમ બે દિવસમાં કુલ 21 બિનવારસી પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.

કચ્છના દરિયાકિનારા પરથી કરોડોનું ડ્રગ્સ મળ્યું છે. બિનવારસી હાલતમાં 11 પેકેટ ચરસના મળ્યા છે. કોટેશ્વર પાસે ચરસનું એક પેકેટ પેટ્રોલિંગ સમયે મળ્યું છે. ખીદરત ટાપુ પરથી ચરસના દસ પેકેટ મળ્યા છે. દ્વારકાના દરિયા કિનારા પરથી કરોડોનું ડ્રગ્સ મળ્યું છે. પોલીસ વડાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. દરિયા કિનારે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત ડ્રોનની મદદથી દરિયાકિનારા પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

કચ્છને અડીને જ દ્વારકા,ઓખા ,સલાયા ,બેટ દ્વારકા આ તમામ વિસ્તાર દરિયા કિનારે આવેલ વિસ્તાર છે. ત્યારે હાલમાં, દ્વારકા પાસેના મોજપ દરિયા કિનારાથી બિનવારસી 21 કિલોગ્રામ ચરસ મળી આવ્યું છે. જેને લઈને સુરક્ષા એજન્સીઓ માટે ફરી દોડધામ શરૂ થઈ ગઈ છે. દ્વારકા દરિયા કિનારો ડ્રગ્સ માફીયાઓ માટે આશીર્વાદ રૂપ હોય તેવા માહોલ વચ્ચે સતત અહી ડ્રગ્સ સહિત ચરસના જથ્થા ઝડપાતા રહ્યા છે. અગાઉ પણ ડ્રગ્સનો વિશાળ જથ્થો દરિયાથી પાર થઈ કિનારા સુધી પહોંચી ગયો હતો. નાવદ્રા બંદરેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે દ્વારકા જિલ્લાનો દરિયા કિનારો હવે ડ્રગ્સ માફીયાઓ માટે મોકળું મેદાન બનતો જઈ રહ્યો છે.

 

 

 

error: Content is protected !!