વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે લાઠી તાલુકામાં સામૂહિક વન નિર્માણ યોજના હેઠળ વાવેતર અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં બાકી તાલુકામાં ૬૪ હેક્ટર વિસ્તારમાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં લીમડા, અરડૂસી, સરગવો, જામફળ, સીતાફળ, રાયણ જેવા વિવિધ રોપાઓનો સમાવેશ થાય છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૩.૨૧ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
