23 વર્ષની શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઇ જવાનો મામલો : શિક્ષિકાનો ગર્ભપાત કરવામાં આવ્યો, રિપોર્ટ બે મહિના બાદ

સુરત શહેરમાં 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ હતી. બંનેએ આ દરમીયાન શરીર સુખ માણ્યું હતું. વિદ્યાર્થી તેના ઘરે ટ્યુશન માટે આવતો હતો ત્યારે પણ મર્યાદા ઓળંગ્યા હતા. જેના કારણે શિક્ષિકાને ગર્ભ રહી ગયો હતો. બંને ફરાર થયા બાદ ગણતરીના દિવસમાં પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન શિક્ષિકાને 20 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.

શરીર સંબંધ બાંધીને સગર્ભા બનેલી તથા પોક્સો એક્ટના ભંગના ગુનામાં જેલવાસ ભોગવતી પુણાની 23 વર્ષીય આરોપી શિક્ષિકાએ પાંચ માસના ગર્ભને ટર્મિનેટ કરવા માટે કોર્ટની પરવાનગી માંગી હતી. શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા ગાયનેક ડોકટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી હતી.આજે શિક્ષિકાનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો. શિક્ષિકના પેટમાં રહેલો ગર્ભ 13 વર્ષીય વિદ્યાર્થી સાથેના શારીરિક સંબંધના કારણે રહ્યો હતો કે નહીં એની તપાસ માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યાં હતા, જેનો રિપોર્ટ બે મહિના બાદ આવે એવી શક્યતા છે.

સુરતના પુણામાં ગર્ભવતી બનેલી શિક્ષિકાએ ગર્ભપાત માટે કરેલી અરજીને કોર્ટે મંજૂર કરી હતી. ડોક્ટરના અભિપ્રાય બાદ માતા અને બાળકની તબિયતને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયામાં જ ગર્ભપાત માટે કોર્ટે પરવાનગી આપી હતી.આ ઉપરાંત કોર્ટે ડીએનએ પરીક્ષણ માટે ગર્ભને સાચવી રાખવા તપાસ એજન્સીને હુકમ કર્યો હતો, જેથી લાજપોર જેલમાંથી શિક્ષિકાનો કબજો મેળવીને સ્મિમેર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેનો માનસિક અને શારીરિક રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તે ફિટ જણાતાં આજે ગર્ભપાત કરવામાં આવ્યો હતો.

શું છે મામલો : સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ગત 25 એપ્રિલના રોજ વિદ્યાર્થીનું અપહરણ તેને અભ્યાસ કરાવતી 23 વર્ષીય શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ પુણા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી શિક્ષિકાની શોધખોળ કરવામાં આવી હતી.1 મેના રોજ શિક્ષિકા અને વિદ્યાર્થીને પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી પોલીસે ચાલુ બસમાંથી જ ઝડપી લીધા હતા. બંને સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી, વૃંદાવન ફર્યા હતા.આ દરમિયાન પણ તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. વિદ્યાર્થી શિક્ષિકા પાસે ત્રણ વર્ષથી ટ્યૂશન જતો હતો. શિક્ષિકા ઘણા સમયથી ટ્યૂશન કરાવતી હોવાથી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. આ દરમિયાન તેમણે શરીર સુખ માણ્યું હતું. જેના કારણે શિક્ષિકાને ગર્ભ રહી ગયો હતો.

error: Content is protected !!