મુંબઈ: ઓછા વરસાદ અને અલ નીનોની અસરને પગલે મહારાષ્ટ્રમાં જળસંકટ ગંભીર બન્યું છે. રાજ્ય સરકારે ૩૫૮માંથી ૨૬૫ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. દુષ્કાળની સ્થિતિને કારણે કપાસ, બાજરી, મકાઈ અને તુવેર સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે.
અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા માટે સરકારે કૃષિ લોનનું પુનર્ગઠન, કૃષિ સંલગ્ન દેવાંની વસૂલાત મોકૂફ રાખવા, કૃષિ પંપના વીજબિલમાં છૂટ અને ખેડૂતોનાં સંતાનોની શિક્ષણ ફી માફ કરવાની જાહેરાત કરી છે.





