પાટણ જિલ્લા જિલ્લામાં બે દુર્ઘટનાઓ સર્જાય હતી જેમાં કુલ ચાર લોકોના મોત થયા છે. જિલ્લાના સમી-રાધનપુર હાઇવે પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આ હાઇવે પર એસટી બસ અને બાઈક અથડાવાથી સર્જાયેલ અકસ્માતમાં એક મહિલા સહિત ૩ લોકોના મોત નીપજ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ જિલ્લામાંથી પસાર થતાં સમી-રાધનપુર હાઇવે પર પર જલાલાબાદ ના પાટીયા પાસે એસટી બસ અને બાઈક વચ્ચે ગોઝારા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સમીથી કડીયા કામ પતાવી રાધનપુર તરફ જઈ રહેલા બાઈક સવાર ત્રણ લોકો એસટી બસ સાથે ધડાકાભેર અથડાયા હતા. જેમાં બે પુરુષો અને એક મહિલા સહિત ત્રણે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે.એસટી બસ સાથે અથડાતાં બાઈક સવાર બંને પુરુષો રોડ પર પટકાયા હતા જ્યારે એક મહિલા રોડની બાજુમાં ફંગોળાઈ જતાં ત્રણે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે અકસ્માત બાદ બાઇકમાં આગ લાગી જતાં બાઈક ભળભળ બળી ઉઠી હતી. ભયંકર અકસ્માત સર્જાતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પંચનામું કરીને મૃતદેહોને પોસ્ટ માર્ટમ અર્થે ખસેડયા છે.