30 કિલો ગૌમાંસ સાથે બે ખાટકી ઝડપાયા,ગૌમાંસ આપનાર વોન્ટેડ

સુરતના લીંબાયત રમાબાઈ ચોક સ્થિત એક દુકાનમાં પોલીસે મળેલી હકીકતના આધારે રેઈડ કરી 30 કિલો ગૌમાંસ સાથે બે ખાટકીને ઝડપી પાડી ગૌમાંસ આપનારને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી હકીકતના આધારે લીંબાયત પોલીસે  લીંબાયત રમાબાઈ ચોક ગલી નં.10 પ્લોટ નં.82 ની દુકાનમાં રેઈડ કરી ત્યાં ગૌમાંસ વેચતા આસિફ અહેમદ શેખ ( ઉ.વ.44, રહે.પ્લોટ નં.162, ગલી નં.11, રજા ચોક, મીઠીખાડી, લીંબાયત, સુરત ) અને સલીમ સુલેમાન શેખ ( ઉ.વ.52, રહે.નઈમ ભાઇના મકાનમાં, ગલી નં.14, નુરાની નગર, લીંબાયત, સુરત ) ને ઝડપી લીધા હતા.પોલીસે ત્યાંથી રૂ.3 હજારની મત્તાનું 30 કિલો ગૌમાંસ, બે છરા અને વજનકાંટો કબજે કરી આસિફની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગૌમાંસનો જથ્થો તે ઝાંપાબજારના હાજી અફસર પાસેથી સવારે લાવ્યો હતો.લીંબાયત પોલીસે આ અંગે ગુનો નોંધી હાજી અફસરને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!