ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 34 વાહનોમા આગ લાગતા બળીને ખાખ

અમદાવાદ ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 34 વાહનોમા વહેલી સવારે આગ લાગતા બળીને ખાખ થઇ જવા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ અમદાવાદના આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશને ડિટેઈન કરેલા વાહનોમાં આજે વહેલી સવારે આગ લાગી. જેમાં એક જ સ્થળે રાખેલા 34 વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. જોકે, આગની ઘટનાની જાણ કરતા ફાયર બ્રિગેડની ઘટના સ્થળે પહોંચ્યું હતું. તેમજ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ આગમાં મોટાભાગના વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ વાહનો ઓઢવ રિંગરોડ ટ્રાફિક ચોકીની નજીક મૂકયા હતા.

આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ડિટેઇન કરેલા ટુ વ્હીલરમાં આગ લાગવાની ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે . જોકે, વાહનોમાં આગ લાગવા પાછળનું કારણ હજુ જાણી શકાયુ નથી. તેમજ પોલીસે આ આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. જેના પગલે પોલીસે આસપાસના સીસીટીવી પણ ચેક કરવાની શરૂઆત કરી છે.પોલીસે આ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે એફએસએલની પણ મદદ લીધી છે. જેના પગલે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ તપાસ હાથ ધરી છે. જેમાં તપાસ બાદ માલૂમ પડશે કે આગ કયા કારણે લાગી હતી.

error: Content is protected !!