41.50 કરોડ રૂપિયાના હીરાની છેતરપિંડીના આરોપમાં સુરતની 42 વર્ષીય આશા વાનાણીની ધરપકડ

હીરા પેઢીના એક ડિરેક્ટરે અન્ય કંપની પાસેથી 41.50 કરોડ રૂપિયાના હીરાની ખરીદી કરી હતી. જોકે, હીરા ખરીદ્યા બાદ તેમણે રૂપિયા ચૂકવ્યા ન હોવાના કારણે ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે છેતરપિંડીના આરોપમાં સુરતની રહેવાસી 42 વર્ષીય આશા વાનાણીની ધરપકડ કરી હતી અને હાલમાં તે 18 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં છે.

આ અંગે પોલીસે જણાવ્યું હતું, કંપનીએ 2006 અને 2009 ની વચ્ચે ઇઝરાયેલી પેઢી પાસેથી હીરા ખરીદ્યા હતા અને વેપારની શરતો અનુસાર 120 દિવસમાં ચૂકવણી કરવાની બાંહેધરી આપતા દસ્તાવેજો જારી કર્યા હતા. સંજય બંસાલીના ભાઈ સમીર હીરાના વેપારી છે. તેઓ સમીર જેમ્સના ડિરેક્ટર છે અને તેમણે નીરૂ ઈમ્પેક્સ નામની કંપનીને હીરા વેચ્યા હતા.

સંજય બંસાલી દ્વારા પોતાના ભાઈ સમીર વતી નીરૂ ઈમ્પેક્સના ડિરેક્ટર ગોવર્ધન વાનાણી, અમિત વાનાણી અને પરિવારના અન્ય સભ્યો સામે છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે વાનાણી પરિવારે કથિત રીકે ગોવર્ધન વાનાણી, પત્ની અમૃતા અને પુત્ર અમિતના નામે મિલકતો ખરીદી હતી. આ અંગેનો કેસ ડીબી રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓએ દસ્તાવેજો સબમિટ કર્યા હતા અને ચૂકવણી કરવાની ઓફર કરી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે, પાવર ઓફ એટર્ની સહિતના દસ્તાવેજો બોગસ હતા. ગોવર્ધન, અમિત અને અમૃતાએ આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે માત્ર અમૃતાને આગોતરા જામીન આપ્યા હતા. અન્ય લોકોએ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને તેમની અરજી પેન્ડિંગ છે. ગુજરાતના રજિસ્ટ્રાર ગાંધીનગરના મહાનિરીક્ષકની પૂછપરછમાં બહાર આવ્યું છે કે વલસાડમાં વાનાણીઓના નામે 221 મિલકતો છે અને આશા તેમાંથી એક છે.

પોલીસે જણાવ્યું હતું કે આશાએ આ વાત છુપાવી હતી જોકે ગુનાની આવકમાંથી મિલકતો ખરીદવામાં આવી હતી અને તેની ભૂમિકા સ્પષ્ટ હતી. આશાના વકીલે કહ્યું કે તેની ધરપકડ ગેરકાયદેસર છે. ગુજરાતના રજિસ્ટ્રાર ગાંધીનગરના મહાનિરીક્ષકની પૂછપરછમાં બહાર આવ્યું છે કે વલસાડમાં વાનાણી પરિવારના સભ્યોના નામે 221 મિલકતો છે અને આશા વાનાણી તેમાંની એક છે.

પોલીસે જણાવ્યું હતું કે આશાએ આ વાત છુપાવી હતી. જોકે ગુનાની આવકમાંથી મિલકતો ખરીદવામાં આવી હતી અને તેની ભૂમિકા સ્પષ્ટ હતી. આશાના વકીલે કહ્યું કે તેની ધરપકડ ગેરકાયદેસર છે. પરંતુ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એલ.એસ.પઢેને નોંધ્યું હતું કે પ્રાથમિક તપાસ બાદ ધરપકડ કરવામાં આવી હતી અને “ગેરકાયદેસર ધરપકડના સંદર્ભમાં વાંધો માન્ય નથી.”

error: Content is protected !!