ગુજરાત : મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સાબરકાંઠાના ઇડરમાં સાડા 3 ઇંચ, ભરૂચના હાંસોટ અને નેત્રંગ 2 ઇંચ, મહેસાણાના જોટાણામાં પોણા 2 ઇંચ, પ્રાંતિજમાં દોઢ ઇંચ, અરવલ્લીના ભિલોડામાં 1.5 ઇંચ અને અન્ય તાલુકામાં અડધાથી 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના તમામ જિલ્માંલાઓમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે જેમાં કયાંક ધોધમાર તો કયાંક મધ્યમ વરસાદ થયો છે. વરસાદ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ કડીમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના ઇડરમાં સાડા 3 ઇંચ, મહેસાણાના જોટાણામાં પોણા 2 ઇંચ, ભરૂચના હાંસોટ અને નેત્રંગ 2 ઇંચ, અરવલ્લીના ભિલોડામાં 1.5 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં દોઢ ઇંચ અને અન્ય તાલુકામાં અડધાથી 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. અરવલ્લીના ભિલોડામાં સતત બે દિવસથી રાત્રી દરમિયાન વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત, લીલછા, ખલવાડ, માંકરોડા સહિતના ગામમાં પણ વરસાદ થતા પાણી ભરાયા છે. ભારે વરસાદથી મેશ્વો નદીમાં નવા નીરની આવક થઈ છે. વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થયો છે.
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના) દાંતામાં 2 કલાકમાં સાડા 3 ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 2 કલાકમાં 28 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સતલાસણા, ખેડબ્રહ્મા, વડાલીમાં 1-1 ઈંચ, ઝઘડિયા, વિજયનગર, ગરૂડેશ્વરમાં અડધો ઈંચ અને નાંદોદ, મેંદરડા અને તિલકવાડામાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના ઇડરમાં આજે છેલ્લા 3 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઈડરના પર્વતો ઉપરથી ઝરણાં વહેતાં થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.