અમદાવાદ પોલીસ દ્વારા 5 લોકોની અટકાયત, કોંગ્રેસના જાણીતા નેતાઓ સહિત 250 સામે ફરિયાદ

અમદાવાદ : અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિનય દેસાઈએ કોંગ્રેસનાં ૨૬ કાર્યકર્તાઓ સામે નામજોગ સહિત કુલ ૨૫૦ના ટોળાં સામે ફરિયાદ નોંધાવી છે. ભાજપ (બીજેપી) તરફી નોંધાયેલ ફરિયાદમાં શહેઝાદ ખાન પઠાણ, પ્રગતિ આહીર NSUI ના સંજય સોલંકીનું  નામ સામેલ છે. અત્યાર સુધી કુલ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે.

દિલ્હી સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા અંગેની ટિપ્પણીને લઈ ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ, વીએચપી અને બજરંગ દળના સભ્યો દ્વારા કોંગ્રેસ ઓફિસ બહાર ભારે વિરોધ દાખવવામાં આવ્યો હતો. ગઈકાલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ભારે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. બંને પક્ષના કાર્યકર્તાઓએ એક-બીજા પર પથ્થરમારો પણ કર્યો હતો. આ મામલે હવે કુલ ૨ પોલીસ ફરિયાદ થઈ છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમદાવાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિનય દેસાઈએ કોંગ્રેસના ૨૬ કાર્યકરો સામે નામજોગ સહિત ૨૫૦ ના ટોળા સામે ફરિયાદ કરી હતી.

આ ફરિયાદમાં NSUI ના સંજય સોલંકી, શહેઝાદખાન પઠાણ પ્રગતિ આહીરનું નામ સામેલ છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. માહિતી મુજબ, ઈજાગ્રસ્ત પોલીસકર્મીએ પણ બંને પક્ષનાં 150 ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે JCP નીરજ બડગુજરે કહ્યું હતું કે, ‘પથ્થરમારાની ઘટનાને તાત્કાલિક કંટ્રોલમાં લઈ લેવામાં આવી હતી. આ ઘટનામાં 4 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે. અત્યારે સરકાર તરફે ફરિયાદ લેવામાં આવી છે અને કેટલાક લોકોને ડિટેઈન પણ કરવામાં આવ્યા છે.

 

error: Content is protected !!