સોનગઢના ચીખલી ભેંસરોટ અને દોણ ગામેથી દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગર ઝડપાઈ

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ચીખલી ભેંસરોટ ગામનાં ડુંગળી ફળિયામાં રહેતી એક મહિલા પોતાના ઘરે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે જે બાતમીના આધારે તારીખ 09/01/2024નાં રોજ સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ દરોડા પાડી રેખાબેન જયેશભાઈ ગામીત નામની મહિલાને ઝડપી પાડી તપાસ કરતા મહિલાના ઘરની પાછળ આવેલ દાદર નીચે ચેક કરતા દાદર નીચે જમીનની અંદર ત્રણ માટલાઓ મુકેલ હતા અને તેમાં તપાસ કરતા તે ખાલી મળી આવ્યા હતા તેમજ ત્યારબાદ પાછળની સાઈડમાં આવેલ બાથરૂમની દીવાલની બાજુમાં જોતા જમીનની અંદર બે પ્લાસ્ટિકના ડ્રમમાં પણ ભારતીય બનાવટની વિદેશી દારૂની  કુલ 81 નંગ બોટલો મળી આવી હતી.જયારે બીજા બનાવમાં સોનગઢના દોણ ગામનાં નિશાળ ફળિયામાં રહેતી સંગીતાબેન સુરેશભાઈ નામની મહિલાને ઝડપી પાડી તપાસ કરતા તેના કબજામાંથી દેશી દારૂ બનાવવાની ભટ્ટીનાં સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ મહિલા વિરુદ્ધ કાદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!