સ્ટેચ્યુ ઓફ યુનિટી, સિધ્ધપુર અને વડનગર ખાતે પણ એરપોર્ટ વિકસાવવા માટે રાજય સરકારે નિર્ણય કર્યો

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા નિહાળવા દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય રાજય સરકારે ત્યાં એરપોર્ટ બનાવવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી વિધાનસભામાં અપાઈ છે.આ ઉપરાંત સિધ્ધપુર અને વડનગર ખાતે પણ એરપોર્ટ વિકસાવવા માટે અભ્યાસ થઈ રહ્યો છે. વિધાનસભા ગૃહમાં તારાંકિત પ્રશ્ર્નોમાં ધારાસભ્યોના સવાલોના જવાબમાં નાગરીક ઉડ્ડયન વિભાગ દ્વારા જણાવાયુ હતું કે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના મોજે ફેરકુવા અને સુરોવા ખાતે એરપોર્ટ વિકસાવવાની પ્રિફિઝિબિલીટી સ્ટડીની કામગીરી પ્રગતિ હેઠળ છે.તેવી જ રીતે સિધ્ધપુર અને વડનગર ખાતે પણ પ્રિફિઝિબિલિટિ સ્ટડીની કામગીરી ચાલી રહી છે..

error: Content is protected !!