ચાલુ વર્ષે 40 દિવસમાં સોનાના ભાવમાં દરરોજ 30 રૂપિયાથી વધુ ઘટ્યા

છેલ્લા સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે 40 દિવસમાં સોનાના ભાવમાં દરરોજ 30 રૂપિયાથી વધુ ઘટ્યા છે. મધ્ય પૂર્વમાં તણાવ ચાલુ છે. આ ઉપરાંત ફેડ ચાલુ વર્ષમાં વ્યાજદરમાં પણ ઘટાડો કરી શકે છે. જાન્યુઆરીના અંતમાં ફેડની બેઠકમાં વ્યાજદર સ્થિર રાખવાની જાહેરાતને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતના વાયદા બજારમાં સોનાનો ભાવ 61,300 રૂપિયાની નીચે છે. આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. વર્ષ 2024ના 40 દિવસમાં સોનાના ભાવમાં જે કારણોથી ઘટાડો થયો તેના પર વેલ્થવેવ ઈનસાઇટ્સના સ્થાપક સુગંધા સચદેવાએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે ડોલર ઈન્ડેક્સના કારણે અને ફેડરલ રિઝર્વના કારણે ગયા અઠવાડિયે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો.

સોનાના ભાવમાં અંદાજે 1.42 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ફેડ અનુસાર પોલિસી રેટ ઘટાડતા પહેલા મોંઘવારીમાં ઘટાડાના નક્કર પુરાવાની જરૂર પડશે. જેના કારણે અમેરિકી ડોલરમાં વધારો જોવા મળ્યો છે. યુએસ સેન્ટ્રલ બેંક લાંબા સમય સુધી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લઈ શકે છે. નવું વર્ષ શરૂ થયું તેને 40 દિવસ વીતી ગયા છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં દરરોજ 30 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. ગયા વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ 10 ગ્રામના 63,531 રૂપિયા હતા. 40 દિવસ પછી 9 ફેબ્રુઆરીએ ભારતીય વાયદા બજારમાં સોનાના ભાવ 10 ગ્રામના 62,294 રૂપિયા છે. તેનો અર્થ એ છે કે અત્યાર સુધી સોનાના ભાવમાં 1237 રૂપિયાનો ઘટાડો થયો છે. જો તેની એક દિવસ મૂજબ ગણતરી કરીએ તો તે અંદાજે 31 રૂપિયા થાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે.

error: Content is protected !!