હવે ખાનગી તબિબોએ સરકાર સામે બાંયો ચઢાવી

ખાનગી તબિબો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. જેમાં 26 થી 29 ફેબ્રુઆરી સુધી PMJAY સારવાર બંધ રહેશે. PMJAYના બાકી નાણાં મુદ્દે સરકારની બેઠક નિષ્ફળ ગઇ છે. અન્ય હોસ્પિટલને બંધમાં જોડાવા એલાન કર્યુ છે.તેમાં ખાનગી હોસ્પિટલમાં માત્ર ઇમરન્સી સેવાઓ જ આપશે. ખાનગી હોસ્પિટલમાં જોડાવા અન્ય 100થી વધુ હોસ્પિટલએ તૈયારી બતાવી છે.

ખાનગી હોસ્પિટલના તબીબો બંધમાં જોડાઈ વિરોધ કરશે. ગાંધીનગર ખાતે 21મી ફેબ્રુઆરીએ પ્રિન્સિપાલ હેલ્થ સેક્રેટરી, હેલ્થ કમિશનર અને પીએમજેએવાયના ગુજરાતના અધિકારી, બજાજ ઈન્સ્યોરન્સના અધિકારીઓ તેમજ ખાનગી હોસ્પિટલ એસો.ના સભ્યો વચ્ચે બેઠક યોજાઈ હતી, બેઠકમાં અધિકારીઓએ હોસ્પિટલના બાકી નાણાંની ચુકવણી અને અન્ય પ્રશ્નોના ઉકેલનો પ્રયાસ કરાઈ રહ્યાનો ઉલ્લેખ કર્યો હતો પણ નિરાકરણ ક્યારે આવશે એની બાંયધરી આપી નહોતી.

તબીબોએ કહ્યું કે, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બીજી ફેબ્રુઆરીએ વાયદો કર્યો હતો કે, 300 કરોડ જેટલું જે પેમેન્ટ બાકી છે, દરેક હોસ્પિટલને ત્રણ દિવસમાં જ પેન્ડિંગ પેમેન્ટ માટેના પેશન્ટ વાઈઝ ડેટા ઈમેલ દ્વારા જાણ કરાશે અને આઠથી દસ દિવસમાં બધુ બાકી પેમેન્ટ આવી જશે, પણ તેના 20 દિવસ પછીયે કોઈ પણ ઈ-મેઈલ હોસ્પિટલને મળ્યો નથી અને પેમેન્ટ પણ માત્ર 5થી 10 ટકા જ અપાયું છે. તબીબોનું કહેવું છે કે, છેલ્લે બેઠક મળી તેમાં અધિકારીઓ એવું કહે છે કે, 120 કરોડ જેટલું પેમેન્ટ બાકી છે, આમ બંને બેઠકમાં બાકી પેમેન્ટ વિશે વિરોધાભાસ છે.

error: Content is protected !!