અમદાવાદ શહેરમાં વિધર્મી યુવાને ધર્મ પરિવર્તન કરાવી હિન્દુ મહિલા સાથે લગ્ન કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. યુવાન પરિણીત હોવા છતાં મહિલાને ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં આરોપીએ મહિલાના નામે લોન પેટે રૂપિયા લઈ છેતરપિંડી આચરી જાતિવિષક શબ્દો બોલ્યાની ફરિયાદ મહિલા પોલીસે નોંધી આરોપીની ધરપકડ કરી છે. 35 વર્ષીય યુવાન તૌશીફ ઉર્ફે વસીમ ભીસ્તી પહેલેથી જ લગ્ન કરેલા હોવા છતાં પણ એક હિન્દૂ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી પોતે હિન્દુ હોવાની ઓળખ આપીને મહિલા સાથે લગ્ન કર્યા. બાદમાં મહિલાને ખ્યાલ આવ્યો કે, આ યુવક હિન્દુ નહીં પરંતુ વિધર્મી યુવાન છે.
આવી જાણ થતા લવ જેહાદ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેને પગલે મહિલાએ રિવરફ્રન્ટ પાસે આત્મહત્યા કરવા પ્રયાસ પણ કર્યો અને મોબાઈલ વીડિયો પણ બનાવ્યો આ દરમિયાન મહિલા પોલીસએ તેની ફરિયાદ નોંધતા સમગ્ર હકીકત સામે આવી હતી. ઘટના અંગે હકીકત એવી છે કે, છેલ્લા દોઢ વર્ષથી મહિલા સાથે તોસિક ઉર્ફે વસીમ સંપર્કમાં આવ્યો હતો. અગાઉ મહિલા હોમગાર્ડમાં ફરજ બજાવતી તે દરમ્યાન લાલ દરવાજા બસમાં મુસાફરી કરતી તે સમયે આરોપી તોસીફ સાથે સંપર્કમાં આવ્યો હતો. આ દરમિયાન મહિલા પણ હોમગાર્ડમાં ફરજ બજાવતા હોવાથી પ્રેમ સંબંધ બંધાયો હતો. એટલું જ નહીં દોઢ વર્ષના આ પ્રેમ સંબંધમાં મહિલા ચાર માસનો ગર્ભ હોવાનું પણ મેડિકલ તપાસ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું હતું.
મહત્વનું છે કે, મહિલા પૂર્વ પોલીસે આરોપી યુવક સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હાલ આરોપી તોસીફ ઉર્ફે વસીમની ધરપકડ કરી છે. ફરિયાદી મહિલાના નામે અલગ અલગ જગ્યાએથી રૂપિયા 90,000 લોન પેટે લઈ આરોપી તોસીફે છેતરપિંડી પણ આચરી છે. આરોપીના પરિવારજનોને પ્રેમ સંબંધ અંગે જાણ થતા મહિલાને પણ જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરવામાં આવી હતી. હાલમાં પોલીસે ધર્મ સ્વાતંત્રતા અધિનિયમ એટ્રોસિટી એક્ટ અને છેતરપિંડીની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં મદદગાર તોસીફના માતા અને તોસિફના મિત્રોની પત્ની પણ આગામી સમયમાં ધરપકડ કરી વધુ તપાસ કરશે.