“સાંસદ ખેલ મહોત્સવ” માટે થઈ મને મારી અડધી ક્રિકેટ ટીમ અહીં જ મળી ગઈ : મનસુખ માંડવીયા

લોકસભાની ચૂંટણી નજીક આવતાં તમામ નેતાઓ મતદારોને રિઝાવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ વચ્ચે પોરબંદર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ બીચ પર ક્રિકેટ રમી રહેલા યુવાનોને સરપ્રાઈઝ આપતાં જોવા મળ્યા છે.મોર્નિંગ વોકમાં નીકળેલા મંત્રી મનસુખ માંડવિયાએ ક્રિકેટ રમતા યુવાનોને અનોખા અંદાજમાં કહ્યું મને પણ તમારી સાથે રમાડો છે. ક્રિકેટ રમી રહેલા યુવાનોને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું આગામી “સાંસદ ખેલ મહોત્સવ” માટે થઈ મને મારી અડધી ક્રિકેટ ટીમ અહીં જ મળી ગઈ છે.ક્રિકેટ રમી રહેલા યુવાનો પણ અચંભિત થઈ ગયા હતા. તેઓએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે, પોરબંદર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી આ રીતે તેઓ સાથે ક્રિકેટ રમશે.આ અગાઉ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરમાં સ્થાનિક લોકો સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. આ પહેલા પણ તેઓ સામાન્ય માણસની જેમ જેતપુર બેઠક પરથી ધારાસભ્ય જયેશ રાદડિયા સાથે બાઈક પર બેસી પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

error: Content is protected !!