લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ને કેન્દ્રસ્થાને રાખીને તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના મહાપર્વમાં મહિલાઓની પણ સમાન ભાગીદાર બને તેવા આશય સાથે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ડૉ.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ ૨૩ -બારડૉલી બેઠકમાં સમાવિષ્ટ ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં ૦૭ અને ૧૭૨ નિઝર વિધાનસભા મતવિસ્તારમાં ૦૭ એમ કુલ-૧૪ મહિલા સંચાલિત “સખી મતદાન મથકો” ઉભા કરાશે.
૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં ૩૫-ચીખલવાવ-૦૧, ૭૭- વ્યારા-૧૯, ૮૩-વ્યારા-૨૫, ૧૧૪-કપુરા ૦૩, ૧૭૨-કલકવા-૦૨, ૨૦૬-વાંકલા-૦૨ અને ૧૦૯-મદાવ ખાતે સખી મતદાન મથક ઉભુ કરાશે. ઉપરાંત, ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારના ૩૬-ફુલવાડી ૦૭(પાટી), ૧૦૭-નિઝર-૦૨, ૧૯૭-ઉચ્છલ-૦૨, ૨૨૫ -સોનગઢ-૧૧, ૨૨૬-સોનગઢ-૧૨, ૨૪૪-રાણીઆંબા-૦૧ અને ૧૯૮-ઉચ્છલ-૦૩ ખાતે સખી મતદાન મંથક ઉભી કરાશે.જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડૉ. ગર્ગના જણાવ્યા મુજબ, ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર ૨૩-બારડૉલી બેઠકમાં ઉભા કરાયેલા સખી મતદાન મથકોમાં પ્રિસાઇડીંગ ઓફિસરથી લઇને તમામ સુરક્ષાકર્મીઓ સહિત મહિલાઓની નિયુક્તિ કરવામાં આવશે.આ ઉપરાંત, ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમાં ૧-૧ દિવ્યાંગ મતદાન મથક, ઉભુ કરાશે. તેમજ ૧૭૧-વ્યારા વિધાનસભા બેઠકમાં ૭૩ વ્યારા ૧૫ અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારના ૨૩૪ સોનગઢ ૨૦ માં ૧-૧ એમ બે મોડેલ મતદાન મથકની રચના કરવામાં આવશે.