તાપી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તા.11,12 અને 13 મી મે ના રોજ ત્રિ દિવસીય પ્રારંભિક વર્ગ સોનગઢ તાલુકાના બંધારપાડા ખાતે આવેલી પરમગુરુ આશ્રમશાળા ખાતે યોજાયો.વર્ગ કાર્યવાહ તરીકે સંદીપભાઈ ચૌધરી (તાપી જિલ્લા કાર્યવાહ) એ જવાબદારી નિભાવી હતી. વર્ગમાં જિલ્લા ભરમાંથી ઉપસ્થિત 86 જેટલા શિક્ષાર્થીને 10 જેટલા દ્વારા બૌદ્ધિક તેમજ દંડ પ્રહાર, યોગ સહીત મેદાની પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. પ્રારંભિક વર્ગ કરી પોતાના વિસ્તારમાં શાખાકાર્યનું વિસ્તરણ કરી ઉપરોક્ત શિક્ષાર્થીઓ આગળ પ્રાથમિક વર્ગમાં ભાગ લઇ શકશે.