વ્યારાના ટીચકપુરા પાસે હાઇવે માર્ગ પર ફોર વ્હીલ ગાડીના ચાલકે અચાનક વ્યારા તરફ ગાડી વાળવા જતા તેની સાથે એક બાઈક અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર બંને લોકોના મોત નિપજ્યા હતા.
વ્યારા તાલુકાના ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નબર ૫૩ ઉપર શુક્રવાર નારોજ ઈનોવા ફોર વ્હીલ ગાડી નંબર જીજે/૦૫/સીએચ/૭૩૧૭ અને બાઈક નંબર જીજે/૦૫/જીએલ/૪૬૧૦ વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ફોર વ્હીલ ગાડીના ચાલકે અચાનક વ્યારા તરફ ગાડી વાળવા જતા તેની સાથે બાઈક અથડાઈ હતી.
આ અકસ્માતના બનાવમાં બાઈક પર સવાર વાલોડના રાનવેરી ગામના રહીશ જીતુભાઈ મંજીભાઈ ચૌધરી અને દીપકભાઈ મનજીભાઈ ચૌધરીનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે જીગ્નેશભાઈ જીતુભાઈ ચૌધરીની ફરિયાદના આધારે વ્યારા પોલીસે ઈનોવા ફોર વ્હીલ ગાડીનો ચાલક જયસુખભાઈ પાંચાભાઈ માંગરોળીયા વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.