વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી

અમદાવાદ : ગુજરાતમાં હવે ચોમાસુ બરાબરનું જામી ગયુ છે અને કેટલાક જિલ્લાઓને બાદ કરતા મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પણ પડ્યો છે ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સારો વરસાદ પડશએ. આ સિસ્ટમમાં ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં 30 જૂને અને 1 જૂલાઈએ ભારે વરસાદ થવાની સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. 5 જૂલાઈએ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને મહેસાણા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસશે. અંબાલાલના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે જ્યારે કેટલાક ભાગોંમાં ઓછો વરસાદ થશે. વાવણીની રાહ જોતા ખેડૂતોએ હજુ થોડી વધુ રાહ જોવી પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે.

Rajkot : ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ : ક્રાઇમ બ્રાન્ચની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ ચાર્જશીટ રજૂ કરાઈ, 15 આરોપી સામે એક લાખથી વધુ પાનાંની ચાર્જશીટ,15 હજારથી વધુ પાનાંના દસ્તાવેજી પુરાવા મૂકવામાં આવ્યા

error: Content is protected !!