જામજોધપુરમાં વેપારીઓ આવ્યા મેદાને પડયું સજ્જડ બંધ, દાદાગીરી-લુખ્ખાગીરી સામે આક્રોશ

જામનગર : જામનગર જિલ્લાના જામજોધપુરમાં વેપારીઓ દ્વારા સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. વિસ્તારમાં દાદાગીરી, લુખ્ખાગીરી અને વેપારીઓ પર હુમલાનાં વિરોધમાં જામજોધપુર વેપાર એસોસિએશન દ્વારા બંધ પાડવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં વેપારીઓએ ભેગા થઈને ગાંધી ચોકથી વિશાળ રેલી યોજી હતી અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જણાવી દઈએ કે, જામનગરના જામજોધપુર વિસ્તારમાં લુખ્ખા તત્વોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. થોડા દિવસ પહેલા એક વેપારીને દુકાનમાં ઘૂસીને કેટલાક અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ ઘટના બાદ જામજોધપુર વિસ્તારમાં વેપારીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. વિસ્તારમાં દારૂનું દુષણ, લુખ્ખાગીરી, દાદાગીરી, રોમિયોગીરી સામે વેપારીઓ સાથે સ્થાનિકોમાં પણ ભારે ગુસ્સો છે. ત્યારે આજે વેપારીઓ દ્વારા જામજોધપુરમાં સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!