બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર આરોપી સામે કડીમાં ફરિયાદ નોંધાઈ

રાજકોટ : બહુચર માતાજી સામે રાજકોટના શખ્શે અભદ્ર ટીપ્પણી કરી હતી. બહુચર માતાજીના ભક્તોની લાગણી દુભાવાને લઈ આ અંગે મહેસાણા જિલ્લામાં એક ભક્ત યુવરાજસિંહ સોલંકી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજકોટના શખ્શ મનસુખ રાઠોડ સામે કડી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તેના વિરુદ્ધ તપાસ શરુ કરવામાં આવી છે. શખ્શે બહુચર માતાજી અંગે સોશિયલ મીડિયામાં આ અંગેની પોસ્ટ કરી હતી અને જે વાયરલ થઈ હતી. આ અંગે ફરિયાદી યુવરાજસિંહે મીડિયાને બતાવ્યું હતુ કે, તેઓએ આ અંગે તેમને ટેલીફોનિક વાતચીત કરી હતી. આમ છતાં પણ તે શખ્શે વધારે અશોભનીય રીતના શબ્દો બહુચરાજી માતાજી અને અન્ય માતાજી અંગે વાપરવાને લઈ આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બહુચરાજીમાં ભક્તોને એકઠા થવા માટે સ્થાનિકોએ આહ્વાન કર્યું છે, આ અંગે બહુચરાજીના સ્થાનિક હર્ષદ પટેલે મીડિયાને જણાવ્યું હતુ. તેઓએ મનસુખ રાઠોડને કડક સજા થાય એવી માંગ કરી છે.

error: Content is protected !!