અમદાવાદ : બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, સુરત અને નવસારી, વલસાડ, તાપી, દમણમાં પણ વરસાદની હવામાનની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રમાં 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હજુ 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે ગુરુવારે ગુજરાતના 113 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ નર્મદાના તિલકવાડા અને બનાસકાંઠાના વડગામમાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે.
રથયાત્રા અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે. અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. 6 અને 7 તારીખમાં હવાના હળવા દબાણના કારણે 7 થી 14 જૂલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે.
દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. 11 જુલાઈએ અષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે. આગામી 7 જૂલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે. અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 15 જૂલાઈ ડિપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચાશે. 17 થી 19 જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ છે. 25 જૂલાઈ સુધી ભારે વરસાદ આવી શકે છે, જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે. તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે.
ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી ,જૂનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે. તેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. ગત જુન મહિનામાં 12 ટકા વરસાદની ઘટ રહી હતી. જુન મહિનામાં 118 mm વરસાદ હોવો જોઈતો હતો. તેની સામે 104 mm વરસાદ નોંધાયો હતો. જુનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક ધસી આવ્યું હોય તેમ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ નોંધાયો છે. પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ થયો છે. ભારતના ઉત્તરથી હવે વાદળો નીચે ઉતરી રહ્યાં છે, જે પૂર્વીય વાદળો સાથે એકબીજા સાથે ટકરાઈને અરબ સાગરમાં પહોંચીને વિક્ષોભથી મળીને ફરી પશ્ચિમી હવાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્રના રસ્તે પહોંચ્યા છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આજે ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તો પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને વડોદરામાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ આજે યેલો અલર્ટ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, અમરેલી અને બોટાદ, મોરબીમાં આજે યેલો અલર્ટ છે. તેમણે કહ્યું કે, આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.
રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, તાપી અને ડાંગમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આગામી 7 જૂલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે. અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 15 જૂલાઈ ડિપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચાશે. 17 થી 19 જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ છે. 25 જૂલાઈ સુધી ભારે વરસાદ આવી શકે છે, જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે.