વ્યારાનાં ટીચકપુરા ગામની સીમમાં ત્રણ રસ્તા પાસે નેશનલ હાઈવે નંબર-53 સોનગઢથી સુરત તરફ જતાં જાહેર રોડ ઉપરથી પોલીસે કારમાંથી ઈંગ્લીશ દારૂનો રૂપિયા 1.69 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો જયારે ચાર જણાને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા 3,69,900/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફનાં માણસો તારીખ 10/07/2024નાં રોજ ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ફરતા ફરતા ટીચકપુરા ગામની સીમમાં ત્રણ રસ્તા પાસે નેશનલ હાઈવે નંબર-53 સોનગઢથી સુરત તરફ જતાં જાહેર રોડ ઉપર આવી ઉભા હતા. તે સમયે સોનગઢ તરફથી એક સફેદ કલરની કાર આવતા જોઈ શંકા જતાં કાર ચકાલને લાકડી વડે ઈશારો કરતા ચાલકે પોલીસને જોઈ થોડે દુર ગાડી ઉભી રાખી કાર ચાલક અને તેની બાજુમાં બેસેલ ઈસમ કારમાંથી ઉતરી ખેતરોમાં ભાગી છુટ્યા હતા.
ત્યારબાદ પોલીસ કાર પાસે આવતા કાર નંબર GJ/15/CD/4060માં તપાસ હાથ ધરતા આગળની શીટ, વચ્ચેની શીટ, છેલ્લી શીટ તથા કાળા કલરનાં કાપડ નીચે ખાખી તથા સફેદ કલરનાં પૂંઠાનાં બોક્ષમાં ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. આમ, પોલીસે વગર પાસ પરમિટે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની નાની-મોટી 550 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1,69,800/- હતી અને કાર મળી કુલ રૂપિયા 3,69,900/-નો મુદ્દામાલ કબ્જે કરી કારમાંથી પોલીસને જોઈ ભાગી છુટેલ બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા, જયારે દારૂ ભરાવી આપનાર અને મંગાવનારનાને પણ વોન્ટેડ જાહેર કર્યા હતા.