Tapi latest news : નિઝર આવવા-જવા માટે વૈકલ્પિક રસ્તા અંગે જાહેરનામુ

કાર્યપાલક ઇજનેરશ્રી, (મા.મ.) પંચાયત વિભાગ,વ્યારાના જણાવ્યા મુજબ નિઝર તાલુકાના કન્ટ્રકશન ઓફ નિઝર ઇન્ટરનલ રોડ પર બ્રિજનું કામ તા.નિઝર જિ.તાપી કી.મી.૦/૦ થી ૦/૪ રસ્તા પર લોકલ ખાડી પરના હયાત કોઝવેના સ્થાને “માઇનોર બ્રિજ” બનાવવાનું કામ પ્રગતિ હેઠળ હોઇ, ચોમાસાની સીઝનમાં ખાડીમાં પૂરનુ પાણી મોટા પ્રમાણમાં આવતુ હોય, તેવા સંજોગોમાં હાલનુ કામચલાઉ ડાયવર્ઝન ચોમાસા દરમિયાન ઉપયોગમાં લઇ શકાય તેમ નથી.જેથી સદર રસ્તાનો ડાયવર્ઝન આપવા સદરહું રસ્તાનો વાહન વ્યવહાર બંધ કરી ટ્રાફિકને જિલ્લા મથક તથા નિઝર આવવા-જવા માટે વૈકલ્પિક રસ્તા તરીકે ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇ-વે રોડ પરથી ડાયવર્ઝન આપવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ છે.

આ વૈકલ્પિક માર્ગના રૂટ બરાબર હોવાથી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી નિઝર તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી-વ્યારાએ ઉકત રસ્તાઓ પરથી ટ્રાફિક ડાયવર્ઝન કરવા અંગેનું જાહેરનામુ બહાર પાડવા અભિપ્રાય આપેલ છે.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, આર.આર.બોરડ, (જી.એ.એસ),  તાપી-વ્યારાએ  તેમને મળેલ સત્તા ની રૂએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) અન્વયે હાલના નિઝર તાલુકાના હયાત કોઝવેના સ્થાને “માઇનોર બ્રિજ” બનાવવાનું કામ પ્રગતિમાં હોય, સદરહું માર્ગ બંધ કરી તેના બદલે મુખ્ય મથક તાલુકા નિઝર ખાતે આવવા- જવા માટે વૈકલ્પિક રસ્તા તરીકે ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવેને વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકાશે.

આ જાહેરનામું તા.૧૯/૦૭/૨૦૨૪ થી તા.૧૯/૦૯/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સને.૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઇપણ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.

error: Content is protected !!