છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે પરિણામે પલસાણા તાલુકાના તા.૨૩ અને તા.૨૪ એમ બે દિવસ દરમિયાન તંત્ર દ્વારા ૨૫૦ લોકોના રેસ્કયુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
જેમાં તા.૨૩મીના રોજ બલેશ્વર ગામેથી રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી ૫૨ લોકો તથા તા.૨૪મીના રોજ પલસાણા તાલુકાના લીંગડ ગામે ૧૬ વ્યકિતઓ અને બલેશ્વર ગામે ૧૮૨ મળી બે દિવસ દરમિયાન ૨૫૦ લોકોને સલામત સ્થળે સ્થળાતર કરવામાં આવ્યું હતું. જયારે ગત કાલે તા.૨૩મીના રોજ બલેશ્વરની ટાંકી ફળીયામાંથી ૫૨ લોકોનું તથા આજે બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડીમાં વરસાદી પાણીના કારણે પુરની સ્થિતિ સર્જાતા લીમડી ફળીયાના રહીશોને બારડોલી ફાયર બ્રિગેડ દ્વારા ૬૦ લોકોનું રેસ્કયુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો પલસાણા તાલુકા ડિઝાસ્ટરકક્ષ પાસેથી પ્રાપ્ત થઈ છે