વ્યારા તાલુકાના કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું તાડકુવા ગામના ક્રુષ્ણનગરમાંથી શ્રાવણીઓ જુગાર રમતા સાત જુગારીઓને પોલીસ રેઇડમાં ઝડપી પાડવામાં આવ્યા હતા.તાપી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ સોમવારના રોજ વ્યારાના કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે તાડકુવા ગામના કૃષ્ણનગરમાં આવેલ પરબતભાઇ કેસુરભાઇ લગારીયાનાઓના ઘરની આગળના ભાગે ખુલ્લી જગ્યામાંથી પોલીસ રેઇડ દરમિયાન ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડી જુગારના દાવ ઉપર મુકેલ રોકડા રૂપિયા-૨૨,૫૦૦/- તથા અંગઝડતી દરમ્યાન મળી આવેલ રોકડા રૂપિયા-૮૪,૧૧૦/- તથા મોબાઈલ નંગ- ૦૫ કિં.રૂ.૫૫,૦00/-તથા એક મોટર સાયકલ જેની કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૧,૯૧,૬૧૦/- નોમુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસ રેઇડમાં જુગાર રમતા પકડાયેલા જુગારીઓના નામ : (૧) હેમંતભાઇ ભીખાભાઇ ભાટીયા રહે.પાનવાડી નિશાળ ફળીયામાં ઇશ્વરભાઈ ચોધરીના મકાનમાં તા.વ્યારા (૨) ભરતભાઈ શીખભાઈ રહે.તાડકુવા કૃષ્ણનગર સોસાયટી તા.વ્યારા (૩) નરેશભાઈ ભીખાભાઇ સોલંકી રહે. બેડકુવા નજીક ગામ પારસ સાંઈ કાંટાની સામે તા.વ્યારા (૪) વલ્લભભાઇ અર્જુનભાઇ રહે.તાડકુવા ગામ કૃષ્ણનગર તા.વ્યારા (૫) પરબતભાઈ સવદાસભાઈ કંડોરીયા રહે.બેડકુવા નજીક પારસ સોસાયટી સીંગ ફેક્ટરીની બાજુમાં તા.વ્યારા (૬) મેરકભાઈ ધયણાતભાઇ (આહીર) રહે. બેડકુવા નજીક પારસ સોસાયટી તા.વ્યારા (૭) મુકેશભાઈ માંડણભાઇ પરમાર રહે.બેડકુવા નજીક તા.વ્યારા જી.તાપી મુળ રહે.ગોકલપર ગામ તા કલ્યાણપુર જી.દેવભુમી દ્વારકા