ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની 15 ફૂટની પ્રોટેકશન દિવાલ ધરાશાયી થઇ છે. મીડિયા અહેવાલ અનુસાર ગત સોમવારે દિવાલ ધરાશયી થઈ હતી.
જો કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા એરપોર્ટની રનવે પરની દિવાલ ધરાશયી થતા અનેક સવાલો ઉભા થયા છે. આ એરપોર્ટનું નિર્માણ કાર્ય એક વર્ષ પૂર્વે જ પૂર્ણ થયું હતું. આ અગાઉ રાજ્યમાં ભારે વરસાદ વખતે જૂન માસમાં પણ એરપોર્ટ પર કેનોપી તૂટવાની ઘટના સામે આવી હતી. જેના પગલે હવે એરપોર્ટના કામની ગુણવત્તાને લઇને પ્રશ્નો ઉદભવ્યા છે.