Tapi news : રૂપિયાની લેતીદેતી મામલે મારામારી, ૩ સામે ગુન્હો નોંધાયો

ઉચ્છલનાં નારણપુર ગામનાં બોરડી ફળિયાનાં બસ સ્ટોપ પાસે ઉછીના લીધેલ રૂપિયા બાબતે યુવકને મારામારી બેભાન કરી દેનાર ત્રણ ઈસમો સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં નેશુવડપાડા ગામે રહેતા રાહુલભાઈ રામક્રુષ્ણ ચીત્તે (ઉ.વ.૩૨) મજુરીકામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે જોકે રાહુલભાઈએ તારીખ ૦૪/૦૯/૨૦૨૪નાં રોજ રૂબરૂમાં પોલીસ સ્ટેશન આવી મારી ફરીયાદ લખાવતા જણાવ્યું હતું કે, ગત તારીખ ૨૩/૦૮/૨૦૨૪નાં રોજ સાંજના આશરે પાંચેક વાગ્યે ઉચ્છલ સરકારી દવાખાનામાં મારા પિતાજી રામકૃષ્ણ પિતામ્બર ચીત્તે નાઓ દાખલ કર્યા હતા અને તેમણે જમવાનું આપવા મોપેડ બાઈક ઉપર ગયા હતા અને ત્યારબાદ સાંજનાં આશરે પોણા છએક વાગ્યાનાં અરસામાં દવાખાનેથી પરત ઘરે જઈ રહ્યા હતા. તે સમયે મિત્ર કલ્પેશભાઇ સુભાષભાઈ પાડવી (રહે.નારણપુર ગામ, સાવરપાડા ફળિયું તા.ઉચ્છલ)નાનો ઉચ્છલ-નિઝર રોડ ઉપર મોગલબારા ગામના બસ સ્ટોપ પાસે તેમની ફોર વ્હીલર ગાડી લઈ આવતા હતા જેથી તેમણે ઉભા રખાવતા તેમણે ગાડી ઉભી રાખેલ હતી અને કલ્પેશભાઇ સુભાષભાઈ પાડવીને એકાદ વર્ષ પહેલા નવાપુર દવાખાનામાં દાખલ હતા ત્યારે રૂપિયા બે હજાર ઉછીના આપેલ હતા જેથી તે રૂપિયાની માંગાણી કરી હતી જેથી કલ્પેશભાઇ જણાવેલ કે, ‘હું ફોન કરું એટલે તારા રૂપિયા લેવા આવજે’ તેવું કહી બંને છુટા થયા હતા.

ત્યારબાદ સાંજનાં આશરે સાતેક વાગ્યે કલ્પેશભાઈ નો ફોન આવેલ અને જણાવેલ કે તારા રૂપિયા લેવા નારણપુર ગામની નેશુ નદીનાં પુલ ઉપર આવી જા તેવું કહેતા રાહુલભાઈ કહ્યું હતું કે, નારણપુર બોરડી ફળિયામાં જમવા માટે આવેલ છું તો ફળિયાનાં ઉચ્છલ-નિઝર રોડ ઉપર આવી જા કહી ફોન મુકી દીધો હતો જેથી કલ્પેશભાઈનો ભાણેજ અવતારભાઈ આનંદભાઇ વળવી તથા હિતેશભાઈ ઉર્ફે ટાલીયો જેન્તાભાઈ નાઓ પણ તેમની બાઈક લઇને આવી મને કહેવા લાગ્યા કે, મારા મામા કલ્પેશભાઈ સાથે શું થયેલ છે તેવી વાત કરતા હતા. તે વખતે સાંજના આશરે સાડા સાતેક વાગ્યે કલ્પેશભાઈ સુભાષભાઈ પાડવી તેની કાર નંબર GJ/05/CP/9093માં તેના મિત્ર અજીતભાઈ મગનભાઈ ગાવીત (રહે.માણેકપુર ગામ, તા.ઉચ્છલ)નાઓ સાથે આવી ‘આજે તને છોડવાનો નથી મારી નાંખવાનો છે’ તેવુ કહી રાહુલભાઈને હિતેશભાઈ ઉર્ફે ટાલીયો જેન્નાભાઈ તથા અજીતભાઈ મગનભાઈ ગાવીત નાઓ પકડી ઠીકમુક્કીનો માર માર્યો હતો તેમજ કલ્પેશભાઇએ પણ પેટનાં ભાગે એક લાત મારમારી નીચે રોડ ઉપર પાડી દીધો હતો. ત્યારબાદ ત્રણેય જણાએ મળી પટ્ટાથી મારમારી બેભાન કરી દેતા તેમણે સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે રાહુલભાઈ ચીત્તે નાંએ તારીખ ૦૪/૦૯/૨૦૨૪નાં રોજ મારમારી ઈજા પહોચાડનાર ત્રણેય ઈસમો સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

error: Content is protected !!