તાપી પોલીસની કામગીરી : ટ્રકમાં લઇ જવાતો શંકાસ્પદ નીમ કોટેક યુરીયા ખાતર સાથે ૨ ઝડપાયા

મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૧/૦૯/૨૦૨૪નાં રોજ ઉચ્છલ તાલુકાનાં પાંખરી ગામની સીમમાં આવેલ ભારત પેટ્રોલપંપની સામે ધુલીયાથી સુરત જતા હાઇવે રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન ઉચ્છલ તરફથી એક ટાટા ટ્રક ટ્રકમાં નંબર MP/09/HH/1100 બોડીનાં ઉપર તાડપત્રી બાધેલ હોય જે આવતા તેને રોકી ચેક કરતા તેમાં બેસેલ ચાલકે ટ્રકમાં યુરીયા ખાતરની ગુણો ભરેલ હોવાનું જણાવ્યું હતું. તેમજ ટ્રક ચાલક સાથેના ક્લીનરની પુછપરછ દરમિયાન ટ્રકમાં ભરેલ યુરીયા ખાતર શંકાસ્પદ હોવાનુ પ્રાથમિક દ્રષ્ટીએ જણાતુ હોય,

એગ્રીકલ્ચર ઓફિસર ઉચ્છલનાઓને બોલાવી કાર્યવાહી કરતા ટાટા ટ્રકમાં ટ્રકનાં ચાલક ઇદરીશ નજાકત અલી મકરાણી (ઉ.વ.૩૧., રહે.મોટી રાજમોહી, તા.અક્કકુવા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) તથા ક્લીનર અબ્દુલ રહેમાન રમઝાન મકરાણી (ઉ.વ.રર., રહે.મોટી રાજમોહી, તા.અક્કલ્કુવા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) નાઓના કબ્જામાંથી શંકાસ્પદ રીતે ખેત વપરાશ અંગેનું સબસીડી વાળુ નીમ કોટેક યુરીયા ખાતરની કુલ ૪૦૦ નંગ બેગો જે એક બેગનું વજન ૪૫ કિલો જે કુલ્લ ૧૮૦૦૦/- કિલો હોય જે એક કિલો યુરીયાની આશરે કિંમત રૂપિયા ૨૦/- લેખે કુલ રૂપિયા ૩,૬૦,૦૦૦/-નો અને ટાટા ટ્રક જેની કિંમત રૂપિયા ૭,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧૦,૬૦,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

 

બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે પકડાયેલ ચાલક અને ક્લીનર સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી સારૂ ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યા હતા.

 

error: Content is protected !!