સુરતના બોરસરામાં બનેલી દુર્ઘટનામાં પોલીસ તત્કાળ ત્રણ જેટલા પરપ્રાંતીય આરોપીઓની ઘરપકડ કર્યા બાદ પોલીસે નાસી છૂટેલા એક આરોપીને અમદાવાદથી ઊપડતી અને અજમેર જતી ટ્રેનમાથી ઝડપી લીધો હતો. સુરત પાસેની આહીચકારી ઘટનાનો આ આરોપી દિલધડક રીતે ઝડપાયો જેની તેણે કલ્પના પણ નહીં કરી હોય.
સુરતના બોરસરામાં બનેલી દુર્ઘટનામાં પોલીસ તત્કાળ ત્રણ જેટલા પરપ્રાંતીય આરોપીઓની ઘરપકડ કરી જેમાનો એક શિવશંકર ગુરુવારે હોસ્પીટલમાં દમ તોડી ગયો હતો જેનું આજે ફોરેન્સિક ટિમ સાથે પોસ્ટમોર્ટમાં કરાયું હતું. દરમિયાન એક આરોપી રામ સજીવન ઉર્ફે રાજુ રામસભત વિશ્વકર્મા રાજસ્થાન જઈ રહ્યો હતો ત્યારે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરની ટ્રેનમાંથી ઝડપી લેવાયો હતો. છે. આરોપી વડોદરાથી ટ્રેનમાં બેઠો હતો જે અજમેર શરીફની દરગાહ પર માફી માગવા જઈ રહ્યો હતો.
9 ઓક્ટોબરે રાત્રીનો અંધાકાર ઓઢીને નાસી છૂટવામાં સફળ રહેલો રાજુ 11 ઓક્ટોબરની સવારે 8 વાગ્યા આસપાસ ઝડપાયો. પોલીસને થાપ આપીને ભાગી છૂટેલા રાજુને પકડવા માટે અમદાવાદના 300 પોલીસકર્મીઓએ દિલધડક ઓપરેશન કર્યું હતું. સતત લોકેશન બદલતા રાજુને દબોચી લેવા માટે પોલીસની ટીમ અગાઉથી ટાંપીને બેઠી હતી કે, જેવો એ દેખાય તે સાથે જ તેને ભોં ભેગો કરી દેવો.બોરસરાની સીમમાંથી ભાગી છૂટેલા રાજુ અંગે પોલીસને માહિતી મળી હતી કે, આ નરાધમ સાબરમતી રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેઠો છે અને તે રાજસ્થાન જઈ રહ્યો છે. સુરત પોલીસે તુરંત જ રેલવે પોલીસને જાણ કરી હતી અને તેને સાબરમતી રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી પકડી પાડ્યો છે. રામ સજીવન બાંદ્રા-અજમેર ટ્રેનમાં રાજસ્થાન જઇ રહ્યો હતો.
સુરતના બોરસરામાં બનેલી દુર્ઘટનામાં પોલીસ તત્કાળ ત્રણ જેટલા પરપ્રાંતીય આરોપીઓની ઘરપકડ કર્યા બાદ ગુરુવારે બપોર બાદ ત્રણમાના એક આરોપી એવા શિવ શંકર ચૌરસિયાની તબિયત લથડતા સુરત સિવિલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું છે.બોરસરમા શેરડીના ખેતરમાં ઘસડી જઈને આરોપીઓએ પીડિતાને પોતાની હવસનો ભોગ બનાવ્યા બાદ નાસી છૂટેલા આરોપીઓ માંડવીના તડકેશ્વરમાં હોવાની જાણ થતા પોલીસ તડકેશ્વર પહોંચી હતી. જ્યાં પોલીસને જોઈને ત્રણેય આરોપીઓ નાસવા જતાં હતા તે સમયે પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ 3 આરોપીઓ પૈકી 2 નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા. હવે રાજુ નામનો આરોપી પણ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.