અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રિકોની લક્ઝરી બસને અકસ્માત નડ્યો

અંબાજી નજીક આવેલા ત્રિશુલીયા ઘાટ પર ફરી એક અકસ્માત સર્જાયો છે. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રિકોની લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં સવાર 28 મુસાફરોને ઇજા પહોંચી છે. દર્શન કરીને પરત ફરતા હતા તે સમયે ત્રિશુલીયા ઘાટ પર અકસ્માત સર્જાયો હતો.અંબાજી નજીક આવેલા અકસ્માત માટે ખૂબ જ સંવેદનશીલ ગણાતા ત્રિશુલીયા ઘાટ પર યાત્રિકોની લકઝરી બસનો અકસ્માત સર્જાયો છે. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે બસનો અકસ્માત સર્જાયો હતો. બસમાં 28 મુસાફર સવાર હતા. યાત્રિકો અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે ત્રિશુલીયા ઘાટ પર બસને અકસ્માત નડ્યો હતો.

 

દુર્ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા અકસ્માતમાં ઘાયલોને દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો અનુસાર બસની બ્રેક ફેલ થવાને કારણે દુર્ઘટના સર્જાય હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવે છે. અકસ્માતમાં ઘાયલોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે, પરંતુ હજુ સુધી કોઇ ગંભીર જાનહાનિના અહેવાલો મળ્યા નથી.અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર દર વર્ષે અકસ્માતની ઘટનાઓ સર્જાય છે. ત્રિશૂલીયા ઘાટ જાણે અકસ્માતનો હોટસ્પોટ હોય તેમ ઓકટોબર માસમાં પણ ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ સ્થળ પર ગયા વર્ષે પણ યાત્રિકોને લઈને જતી લક્ઝરી બસ પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં 30થી વધુ યાત્રિકો ઘાયલ થયા હતા. સૌરાષ્ટ્રથી 20 દિવસની યાત્રા માટે નીકળેલા યાત્રિકોને અકસ્માત નડયો હતો. આ સિવાય વર્ષે 2019માં ખાનગી ટ્રાવેલ બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જે ગમખ્વાર અકસ્માતમાં 21 લોકોના મોત થયા હતા.

error: Content is protected !!