Election 2024 : સાંજે 5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 58.22 ટકા અને ઝારખંડમાં 67.59 ટકા મતદાન

મહારાષ્ટ્રમાં આજે (20 નવેમ્બર, 2024) વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. આજે સવારે 7 વાગ્યાથી બંને રાજ્યોના મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે.

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં આજે મતદાન થઈ રહ્યું છે અને 23મીએ પરિણામ જાહેર કરાશે. બીજી તરફ, ઝારખંડમાં આજે બીજા(અંતિમ) તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે. આ સિવાય ચાર રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે.

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે થયેલા મતદાનના લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે. જેમાં સાંજે 5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 58.22 ટકા અને ઝારખંડમાં (બીજો તબક્કો) 67.59 ટકા મતદાન થયું છે.

error: Content is protected !!