માતા વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓને માટે સારા સમાચાર : આ રોપ-વેના નિર્માણ બાદ 6 થી 7 કલાકની મુસાફરી ઘટીને એક કલાક થઈ જશે

માતા વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓને માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં હવે તીર્થયાત્રાને ઝડપી અને સરળ બનાવવા માટે કટરાથી 300 કરોડ રૂપિયાના ખર્ચે રોપ-વે બનાવવામાં આવશે. આ રોપ-વેના નિર્માણ બાદ 6 થી 7 કલાકની મુસાફરી ઘટીને એક કલાક થઈ જશે. હાલ વૈષ્ણોદેવી જનારા પગપાળા ચાલે તો પણ 6 થી 7 કલાક જેટલો સમય લાગે છે. તેમજ જો કોઈ ખચ્ચર દ્વારા જાય તો 4 કલાકમાં માતા ભવન સુધીની યાત્રા પૂર્ણ થાય છે.

શ્રદ્ધાળુઓને મોટી રાહત થશે  : આ ઉપરાંત હેલિકોપ્ટરથી ગયા પછી પણ પગપાળા 2.5 કિલોમીટરનો ટ્રેક છે. આ પ્રવાસને સરળ બનાવવા માટે વૈષ્ણો દેવી મંદિર, કટરા શહેર અને સાંજીછટ વચ્ચે રુપિયા 300 કરોડના ખર્ચે રોપ-વે તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેનાથી શ્રદ્ધાળુઓને મોટી રાહત થશે.વૈષ્ણોદેવી એક એવું ધાર્મિક સ્થળ છે, જ્યાં દર વર્ષે હજારો-લાખો ભક્તો માતાના દરબારમાં દર્શન કરવા આવે છે. જેમાં સાંજીછટ પર હેલિકોપ્ટરની સુવિધા આપવામાં આવી છે. જેની મદદથી 15 મિનિટમાં તમે મંદિર સુધી પહોંચી શકે છે. તેમજ ભૈરો મંદિર સુધી પહોંચવા માટે હવે કેબલ રાઈડ શરૂ કરવામાં આવી છે. જે તમને બેથી ત્રણ મિનિટમાં ત્યાં લઈ જશે

error: Content is protected !!