દિલ્હી ખાતે આયોજીત ‘કરાટે ઈન્ડિયા ઓર્ગેનાઈઝન ફેડરેશન કપ ટુર્નામેન્ટ’માં ડાંગના બે યુવાઓએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો

તાજેતરમાં દેશની રાજધાની દિલ્હી ખાતે યોજાયેલ “કરાટે ઈન્ડિયા ઓર્ગેનાઈઝન ફેડરેશન કપ ટુર્નામેન્ટ” માં ડાંગ જિલ્લાના સ્પોર્ટ્સ કરાટે એશોસિએશનના બે યુવાનોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી રાજ્ય અને જિલ્લાનું નામ રોશન કર્યું હતું.

દિલ્હીમાં યોજાયેલ “કરાટે ઈન્ડિયા ઓર્ગેનાઈઝન ફેડરેશન કપ ટુર્નામેન્ટ”માં દેશના વિવિધ રાજ્યોમાંથી રમતવિરોએ ભાગ લીધો હતો. જેમાં ડાંગ જિલ્લાના ગૌરાંગકુમાર ભિવસન‌‌ અને વૈભવભાઈ માહલાએ ભાગ લઇ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય તેમ સ્પોર્ટ્સ કરાટે એશોસિએશન ડાંગના પ્રમુખ વિજયભાઇ પટેલે ગુજરાત અને ડાંગનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ગુજરાત કરાટે ટુર્નામેન્ટ ફેડરેશનના પ્રમુખ કલ્પેશભાઈ મકવાણાએ પણ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. આ બે રમતવિરોને સિનિયર કોચ ‌‌ વિજયભાઈ રાઉતે ટ્રેનીંગ આપી હતી. ઉલ્લેખનીય છે કે, ડાંગ સ્પોર્ટ્સ કરાટે એશોસિએશન જે માન્યતા પ્રાપ્ત સ્પોર્ટ્સ સંસ્થા છે ત્યારે અહીં કોચીંગ મેળવવા કરાટેમાં રૂચી ધરાવનારા તમામ ખેલાડીઓને સ્પોર્ટ્સ કરાટે એશોસિએશન દ્વારા આંમત્રણ પાઠવાયું છે.

error: Content is protected !!