ગુજરાતમાં હવે સવારે અને રાતે તો ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે, પરંતુ હવે બપોરના સમયમાં પણ તાપમાન પહેલા કરતા નીચું નોંધાઈ રહ્યું છે. રાજ્યમાં હાલ ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે. આગામી બેથી ત્રણ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધતું જોવા મળી શકે છે. દરમિયાન ગતરોજ બુધવારે પાંચ શહેરોમાં લધુત્તમ તાપામાન 14 ડીગ્રી જેટલો પહોચી ગયો હતો. જ્યારે ચાર શહેરોમા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી પહોચી ગયો હતો.
આ શહેર સૈથી ઠંડુ નોંધાયું : રાજ્યમાં બુધવારે વડોદરા સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું છે. જેનું લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં મોટા ભાગના સ્થળે 14 થી 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતુ. જેમાં નલિયા, કંડલા એરપોર્ટ,અમરેલી કેશોદમાંલ10 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયુ હતું. જ્યારે ગાંધીનગર. મહુવા, પોરબંદર, રાજકોટમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદ. સુરેન્દ્રનગર, ભાવનગરમાં 16 ડિગ્રી લધુત્તમ તાપામાન નોંધાયુ હતું.
બે દિવસ બાદ કડકડતી ઠંડી પડશે: હવામાન વિભાગનના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. બે-ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવનો ફૂંકાશે. ગુજરાતમાં ઉત્તરીય પવનો ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઠંડી વધશે. રાજ્યના કેટલાક વિસ્તારમાં બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે.