એક વિધર્મીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લગ્ન કરવાની લાલચ આપી 40 લાખ પડાવ્યા

સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વિધર્મીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્ન કરવાની લાલચ આપી યેનકેન પ્રકારે 40 લાખ પડાવ્યા હતા. ઉપરાંત ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરીને અંગત પળોના ફોટા, વીડિયો વાયરલ (viral video) કરવાની ધમકી આપતો હતો. વિધર્મી સાત વર્ષ સુધી લગ્નની લાલચ આપી શરીરસુખ માણતો રહ્યો હતો અને પૈસા પડાવતો રહ્યો હતો.

શું છે મામલો ? સુરતના ડિંડોલીમાં રહેતી એક યુવતીને 13 વર્ષ પહેલા સમીર ઐયુબ કાકા નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી.. થોડા સમયની મિત્રતા બાદ સમીરે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જેથી યુવતીએ તે વિધર્મી છે એટલે આ સંબંધમાં આગળ વધી શકાશે નહીં તેમ કહી ના પાડી હતી. પરંતુ સમીરે આપઘાત કરવાની ઈમોશનલ વાત કરી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. 2015માં વિધર્મી તેને એક હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં પત્ની તરીકે ઓળખ આપી રૂમ બુક કરાવ્યો હત. બંને વચ્ચે શરીર સંબંધ બંધાયા બાદ તેણે કોઈને કોઈ બહાને તેની પાસે પૈસા માંગ્યા હતા.

વિધર્મીએ યુવતી પાસેથી સોનાની ચેઇન સહિત રૂપિયા 40 લાખ પડાવ્યા હતા. વિધર્મીએ તેમની અંગત પળોના ફોટા ફોનમાં લઈ લીધા હતા અને બ્લેકમેલ કરતાં કહ્યું કે, તારે મારી સાથે લગ્ન કરવા હશે તો ધર્મ પરિવર્તન કરાવવું પડશે. લગ્નના નામે તે વાત ટાળતો રહેતો હતો. વિધર્મીના ભાઈને મકાન ખરીદવા 5 લાખની જરૂર હોવાથી તે પણ આપ્યા હતા. વિધર્મી તેને વાતોમાં ભોળવી, વિશ્વાસ કેળવીને વારંવાર શરીર સંબંધ બાંધતો રહ્યો હતો. લગ્નના નામે 11 વર્ષ સુધી યૌનશોષણ કરીને વિધર્મી યુવક રૂ.40 લાખ પડાવી પરિવાર સાથે વિદેશ ભાગી ગયો હતો.

error: Content is protected !!