લાંચિયાઓ અને ભ્રષ્ટાચારીઓ ને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરતું એકમાત્ર રાજ્યનું એસીબી વિભાગ લાંચિયાઓ સામે સતત કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે,તેમછતાં કેટલાક લાંચિયા અધિકારીઓ સુધરવાનું નામ લેતા નથી.
એસીબીને ફરીયાદ કરનાર ફરીયાદીએ ૧૫માં નાણાપંચ વર્ષ-૨૦૨૩-૨૪ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી, સુબીર નાઓ તરફથી મંજુર થયેલ પેવર બ્લોક બેસાડવાની કામગીરી કરેલ હોય જે કરેલ કામગીરીના બનાવેલ એમ.બી.બુક તથા બીલમાં મહેન્દ્રકુમાર હાથીવાલા ટીડીઓ, સુબીર નાઓની સહી લેવાની હોય અને મહેન્દ્રકુમાર હાથીવાલા તાલુકા વિકાસ અધિકારી, સુબીર તરીકે ફરજ બજાવતા હોય તેઓએ સદર એમ.બી. બુક તથા બીલમાં સહી કરી આપવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂા.૬,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.
જોકે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતાં એસીબીએ તા.૧૮મી ડીસમ્બર નરોજ લાંચના છટકાનું આયોજન કરેલ જે લાંચના છટકા દરમ્યાન તાલુકા પંચાયત કચેરીના આ અધિકારી મહેન્દ્રકુમાર હાથીવાલા પોતાની ચેમ્બરમાં ફરીયાદી પાસેથી રૂા.૬,૦૦૦/- ની લાંચ સ્વીકારતા વલસાડ ACB ટીમના હાથે આબાદ ઝડપાઇ ગયા હતા.