તાપી જિલ્લાનાં કુકરમુંડાનાં ફૂલવાડી ગામેથી કોઈ અજાણ્યા ચોર ઈસમે વોડાફોનનાં ટાવરનાં સેલ્ટર રૂમની અંદર પ્રવેશ કરી સેલ્ટર રૂમમાં ફીટ કરેલ ૨૪ નંગ બેટરીની ચોરી થયાનો બનાવ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, બારડોલીનાં બાબેન ગામનાં લક્ઝરીયા એપાર્ટમેન્ટમાં રહેતા પ્રતાપસીંહ ફાવાભાઈ મોરી (ઉ.વ.૪૦) નાંઓ વર્ષ-૨૦૧૧થી સિક્યુરીટીનું કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચાલવું છું તેમજ છેલ્લા ત્રણ વર્ષથી આર.એસ.સિક્યુરિટી કંપનીમાં સુપર વાઈઝર તરીકે નોકરી કરું છું જેમાં પલસાણા, કામરેજ, બારડોલી, માંડવી, ઉમરપાડા અને તાપી જિલ્લામાં ઈન્ડસ મોબાઈલ કંપની દ્વારા લગાવવામાં આવેલ મોબાઈલ ટાવરની સિક્યુરિટી દેખરેખ રાખવાનું કામ કરે છે અને દર મહિનામાં અલગ અલગ જગ્યાના ટાવર ઉપર જઈ વિઝીટ કરવાની હોય છે.
જોકે ગત તારીખ ૦૫/૧૨/૨૦૨૪નાં રોજ કુકરમુંડાનાં ફૂલવાડી ગામેથી કોઈ અજાણ્યા ચોર ઈસમે ઈન્ડસ મોબાઈલ ટાવર નંબર ૧૧૩૩૫૯૬ કંપની દ્વારા લગાવવામાં આવેલ વોડાફોનનાં ટાવરનાં સેલ્ટર રૂમની અંદર પ્રવેશ કરી સેલ્ટર રૂમમાં ફીટ કરેલ વરલા પ્લસ ૬૦૦ એએચ બેટરીઓ નંગ ૨૪ જે કોઈ સાધનો વડે નટ બોલ ખોલીને ૨૪ નંગ બેટરીની ચોરી કરી હતી જેમાં ૧ બેટરી કિંમત રૂપિયા ૩,૦૦૦/- લેખે કુલ ૨૪ નંગ બેટરીની કિંમત રૂપિયા ૭૨,૦૦૦/-નાં મુદ્દામાલની ચોરી થઈ હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા તારીખ ૧૭/૧૨/૨૦૨૪નાં રોજ મોબાઈલ ટાવરનાં ટેકનીશ્યન અનીલ મધુકરભાઈ પટેલ (રહે.વલ્લભનાગર, નિઝર)નો આ ગુન્હાનો આરોપી હોય તેની પૂછપૂરચ કરતા તેને કબુલાત કરી હતી કે ૨૪ નંગ બેટરીની ચોરી કરી હતી જેથી પોલીસે તેની અટકાયત કરી અને ચોરી કરેલ મુદ્દામાલનો વેચાણ બદલ મેળવેલ રૂપિયા ૧૮,૫૦૦/- કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.