કુકરમુંડાનાં પીશાવર ગામનાં બસ સ્ટેન્ડ પાસેથી ટ્રકમાંથી વગર પાસ પરમિટે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ જથ્થા સાથે ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બે જણાને વોન્ટેડ જાહેર કરી પોલીસે ૯ લાખથી વધુના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા હતો.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસોએ પોતાના અંગત ખાનગી બાતમીદારો રોકેલ હતા. જે અનુસંધાને તારીખ ૧૭/૧૨/૨૦૨૪નાં રોજ ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, ‘મહારાષ્ટ્ર રાજ્ય તરફથી એક ટ્રકમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી આવે છે અને તે કુકરમુંડાનાં પીશાવર ગામ થઇ જનાર છે. જે બાતમીનાં આધારે કુકરમુંડા તાલુકાનાં પીશાવર ગામનાં બસ સ્ટેન્ડ પાસે આવી રોડ ઉપર પ્રોહી. નાકાબંધીમાં હતા. તે દરમિયાન બાતમીવાળો ટ્રક નંબર જીજે/૦૭/યુયુ/૧૫૩૫ મહારાષ્ટ્ર રાજ્ય તરફથી આવતા રોકી રોડની સાઇડમાં કરાવી ચેક કરતા ટ્રકની બોડીના ભાગે જોતા ટ્રકનાં પાછળનાં ભાગે કાળા કલરની તાડપત્રી બાંધેલ હતી.
જે તાડપત્રી ખોલી જોતા તેના નીચેનાં ભાગે અલગ-અલગ પ્રકારની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ તથા બીયરના બોક્ષ ભરેલ હતા. ત્યારબાદ પોલીસે ઝડપાયેલ ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, મહેશ રામચંન્દ્ર ભાભોર (ઉ.વ.૨૯., રહે.કાલીપાન મલવાસા ફસ્ટ, તા.જી.વાંસવાડા, રાજસ્થાન)નાનો પોતાના કબ્જાનો ટ્રક જેની કિંમત આશરે રૂપિયા ૭,૦૦,૦૦૦/-માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂના કુલ બોક્ષ-૭૩માંની સીલબંધ નાની-મોટી કુલ બોટલો અને ટીન નંગ ૧૪૫૨ જેની કુલ કિંમત રૂપિયા ૨,૭૮,૮૯૨/-નો તેમજ પ્રોહી. મુદ્દામાલ હેરાફેરી કરતા મોબાઇલ નંગ-૦૧ મળી કુલ રૂપિયા ૯,૮૩,૮૯૨/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. જયારે આ કામે બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.