વ્યારાનાં પેરવડ ગામનાં દેવળ ફળીયાના મુળ રહીશ અને હાલ વ્યારાનાં આમલી ફળિયામાં રહેતા વિજયભાઈ સુખાભાઈ ગામીત (ઉ.વ.૫૦) વ્યારા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર-ર પાસે લાઈન નંબર-૪ ઉપર ૫૬-૩૦-૩૨ વચ્ચે ડાઉન લાઈન ઉપર કોઈપણ ટ્રેનની અડફેટમાં આવી જતાં ગળાના ભાગેથી કપાઈ જવાથી તેમનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે સ્ટેશન માસ્તર શંભુકુમારે પોલીસ મથકે જાણ કરી હતી.
