મોરબીમાં સ્પાના ધંધાના નામે બહારથી લલનાઓ બોલાવી ગ્રાહકોને શરીરસુખની સુવિધા આપતા વધુ એક સ્પામા દરોડો પાડી પોલીસે કુટણખાનું ઝડપી લઈ એક આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, મોરબીના શનાળા રોડ ઉપર ધર્મેન્દ્ર પ્લાઝા નામના બિલ્ડીંગના ત્રીજા માળે આવેલ સ્કાયવર્લ્ડ નામના સ્પામા અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. જેના આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં આરોપી સંજય આપાભાઈ ગરચર (ઉ.42) નામનો શખ્સ પોતાના સ્પામાં બહારથી રૂપલલનાઓ બોલાવી ગ્રાહકોને શરીરસુખ માણવા માટે સુવિધા પૂરું પાડતો હોવાનું સામે આવતા સ્પાના નામે ચાલતું કુટણખાનું ચલાવવા બદલ તેની ધરપકડ કરી હતી. આરોપીના કબ્જામાંથી રોકડા રૂપિયા 8000, એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 તેમજ કોન્ડમ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરવામાં આવી હતી.