Tapi news : બાઈકની ટક્કરે રાહદારી આધેડનું મોત

સોનગઢના ભીમપુર ગામની સીમમાંથી પસાર થતા ઉકાઈ-સોનગઢ રોડ ઉપર બાઈક ચાલકે રાહદારી આધેડને ટક્કર મારી અકસ્માત સર્જાતા આધેડનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના પરોડ ગામે રહેતા હાર્દિક સુરેશભાઈ વસાવાનો તારીખ ૨૫/૦૧/૨૦૨૫ના રોજ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/એએચ/૦૯૭૪ને લઈ ભીમપુર ગામની સીમમાંથી પસાર થતા ઉકાઈ સોનગઢ જાહેર રોડ ઉપરથી પસાર થતો હતો તે સમયે સંતોષભાઈ નારાયણભાઈ રોકડે (હાઉ.વ.૭૧., લ રહે.પરોડ ગામ, તા.કુકરમુંડા, જિ.તાપી., મૂળ રહે.રણબુંડા ગામ, તા.સાગબારા, જિ.નર્મદા)ના રસ્તો ક્રોસ કરતા હતા. તે દરમિયાન બાઈક ચાલક હાર્દિકે પોતાના કબ્જાને બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડ ક્રોસ કરતા સંતોષભાઈને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં સંતોષભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચતા ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જયારે બાઈક પાછળ બેસેલ સોહમ હિરાલાલ ગાવિતને જમણા હાથે કોણી તેમજ કાંડાના ભાગે અને રાહુલ અશોકભાઈ કાપુરેને બંને હાથે ઓછી વત્તી ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે સુખદેવભાઈ સંતોષભાઈ રોકડેનાએ બાઈક ચાલક સામે ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Salute Tapi Police : રજનીકાંતના મુવી તથા બોલીવુડ ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી, સુરેશકુમાર કાસ્ટીંગના નામથી ફ્રોડ કરનાર સાયબર ઠગને ઝડપી પાડ્યો, દેશભરના અલગ અલગ રાજ્યોના દસ જેટલા ગુનાઓમાં પણ વોન્ટેડ હતો

error: Content is protected !!